અભિનેત્રી સોનાક્ષી સિંહા ફિલ્મમાં ગુજરાતી યુવતીની ભૂમિકા ભજવશે 

New Update
અભિનેત્રી સોનાક્ષી સિંહા ફિલ્મમાં ગુજરાતી યુવતીની ભૂમિકા ભજવશે 

સોનાક્ષી સિંહા એની પહેલી ફિલ્મમાં ગામડાની ગોરીના પાત્રમાં જોવા મળી હતી. તે મોર્ડન કે પરંપરાગત જેવા દરેક પ્રકારના પાત્રને ન્યાય આપવા માટે જાણીતી છે. હવે તે આગામી ફિલ્મમાં ગુજરાતી યુવતીના પાત્રમાં જોવા મળશે.

ટુક સમયમાં રિલિઝ થનારી 'વેલકમ ટૂ ન્યુયોર્ક' ફિલ્મમાં સોનાક્ષી ગુજરાતી ફેશન ડિઝાઇનર જીનલ પટેલનાં પાત્રમાં જોવા મળશે. હાલ તો સોનાક્ષીના લૂકની ભારોભાર પ્રશંસા થઇ રહી છે.

સોનાક્ષીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે એની સ્ટાઇલિસ્ટ અને ડિઝાઇનરથી ખુબ જ ખુશ છે. ફિલ્મમાં એનું પાત્ર પણ ફેશન ડિઝાઇનર ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની મહત્વકાંક્ષા રાખનાર તેમજ ફેશનને લઇને અલગ વિચારધારા ધરાવતું યુવતીનું છે. એના પણ અનુરુપ એની સ્ટાઇલ નક્કી કરવામાં આવી હોવાથી તે ખુબ જ ખુશ છે. આ ફિલ્મ એક કોમેડી ડ્રામા છે. જેમાં લારા દત્તા, કરણ જોહર, બમન ઈરાની જેવા કલાકારો જોવા મળશે