અમદાવાદઃ સ્વ.અટલજીના અસ્થિઓનું સાબરમતીમાં વિસર્જન, CM રહ્યા હાજર

New Update
અમદાવાદઃ સ્વ.અટલજીના અસ્થિઓનું સાબરમતીમાં વિસર્જન, CM રહ્યા હાજર

ખાડિયાના ગોલવાડથી અટલજીના અસ્થિઓની શહેરમાં કળશ યાત્રા નીકળી હતી

ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના અસ્થિઓ બપોરે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અસ્થિ કળશની શહેરમાં યાત્રા નીકળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. હાલમાં મા સાબરમતીમાં અટલજીના અસ્થિઓનું વિસર્જન કરાયું છે. રણછોડરાયજી મંદિરના મહંત દિલપદાસજી આ તબક્કે પણ હાજર રહ્યા હતા.

સ્વ. પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીના અસ્થિઓનું સાબરમતીમાં વિસર્જન કરવામાં આવશે. આ પહેલા એરપોર્ટથી તેમના અસ્થિ કળશને લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાં પહોંચ્યા હતા. એરપોર્ટથી ખાડીયા ગોલવાડ ખાતે કળશ લાવવામાં આવ્યો હતો. અહીંથી સાબરમતી સુધી અસ્થિ કળશ યાત્રા યોજાઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વ. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના અસ્થિનો કળશ ગુજરાત ભાજપ પ્રમુખ જીત વાઘાણીને આપ્યો હતો. વાઘાણી હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ પર અસ્થિ કળશ લઈને પહોંચ્યા હતા. અહીં વાઘાણી ખભે અસ્થિ કળશ લઈને એરપોર્ટ બહાર આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કળશને ખભે રાખ્યો હતો.