/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/gfg.jpg)
અમદાવાદના વિઝોંલ ગામ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં કેમીકલ ની પાણી વાળી કેનાલ માથી પસાર થઇ ને સામે કાઠે થી EWS સાઇનાથ એપાટૅમેન્ટ કવાટ્સમા રહેતા ૧ થી ૫ ધોરણ ના બાળકોને શિક્ષણ મેળવવા માટે જીવનુ જોખમ કરીને સ્કૂલમા ભણવા આવવુ પડે છે.
વિઝોંલ ગામ વિકાસ સમિતિ ની તથા વાલીઓની માગણી છે કે આ ગેરકાયદેસર કેમીકલ કેનાલમા ઠાલવવાનુ બંધ કરી ખારીકટ કેનાલ ઉપર સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાનુ ગળનાળુ કે પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે કોપોરેશન દ્રારા નિયમ પ્રમાણે વાહન ની વ્યવસ્થા કરવી જોઈએ.
હાલમાં આ બાળકો કેનાલ સિવાય અન્ય રસ્તે થી આવે તો પાંચ કી.મી ફરીને આવવુ પડે તેમ છે સ્થાનિક રહીશો મરણ પ્રસંગે પણ વિઝોંલ સ્મશાન ગૃહમા સ્વજનની અંતિમ વિધિ માટે ફરી ફરી ને આવતા હોય છે અગાઉ અહીં પુલ બનાવવા મે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સામાન્ય સભામાં દરખાસ્ત કરી હતી તેને ૩ વષૅ થઇ ગયા છે કોરપોરેશન સિંચાઈ વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવશે તેવું કહી છટકી જાય છે ટેક્ષ લેવા મા આવે છે પરંતુ આ કામ કરવા તૈયાર નથી જેથી આ બાબતે યોગ્ય કરવા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને રજૂઆત કરવામાં આવી છે.