અમદાવાદ: પોલીસ કર્મીની ગાડી સાથે અથડાતા એક ઇસમનું મોત

New Update
અમદાવાદ: પોલીસ કર્મીની ગાડી સાથે અથડાતા એક ઇસમનું મોત

અમદાવાદની પોલીસ લોકોને ટ્રાફિક નિયમન વિશે સમજાવે છે અને તેને પળાવવા માટે પણ અનેક જાતના પ્રયોગો પણ હાથ ધરવામાં આવતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ વાહન ચાલકની બેદરકારીથી ૧ સ્થાનિક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠક્કરબાપા નગરમાં પોલીસ ડ્રાઇવરની ગાડી ચલવાત ધ્યાન ભટકતા એક સ્થાનિક વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે બે લોકોને ગંભીર ઇજા થઇ છે, પરંતુ આ મામલે ક્યાંકને ક્યાંક સવાલો પોલીસ પર પણ ઉઠતા જણાઈ આવે છે. જો લોકોને ગાડી સ્પીડ પર ન ચલાવવાની સલાહ પોલીસ દ્વારા જનતાને આપવામાં આવતી હોય છે. પરંતુ આજે પોલીસ વાન સાથે જ આજે આ પ્રકારની ઘટના બનતા ઘણા સવાલો ઉભા થયા છે. જોકે આ મામલે હજી સુધી પોલીસ દ્વારા હાલ કોઈ પ્રતિક્રિયા સામેં આવી નથી.