અમદાવાદમાં નોકરીના નામે કરવામાં આવી મસમોટી ઠગાઈ

New Update
અમદાવાદમાં નોકરીના નામે કરવામાં આવી મસમોટી ઠગાઈ

અમદાવાદમાં સારી નોકરી મેળવવા માટે લોકો અનેકો પ્રયત્નો કરતા હોય છે. ત્યારે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને મસમોટા વેતનની લાલચ આપી અલગ-અલગ મોડ્સ ઓપરેન્ડી વડે પૈસા મંગાવામાં આવતા હતા. જે બાબતે ઈસમ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા પણ આ મામ્લે આંખ આડા કાન કરવામાં આવતા તેમને કનેક્ટ ગુજરાત ન્યુઝને તેમને સંપૂર્ણ ઘટનાક્રમ સાથે આપવીતી વર્ણવી હતી.

અમદાવાદમાં ઠેર ઠેર સારી નોકરીઓમાટે અલગ અલગ જોબ કન્સલ્ટન્સીઓ ખોલવામાં આવી છે. ત્યારે અમદાવાદ નહિ પરંતુ સમગ્ર દેશમાં આવી કન્સલ્ટન્ટસીઓ હોય છે. ત્યારે આવી કનસલ્ટન્સીમાં ભોળા લોકોને ફસાવવા માટે એક જ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી વાપરવામાં આવતી હોય છે. જયારે કોઈ પણ વ્યક્તિ ગુગલ કે અન્ય કોઈ પણ જગ્યા પર જોબ માટે સર્ચ કરતા હોય છે,ત્યારે તે સર્ચ પર પણ આ લોકો દ્વારા ધ્યાન આપવામાં આવે છે. તથા અનેકો જોબ અપાવતી વેબસાઈટો પરથી આવા જોબ સીકરનો કોન્ટેક્ટ નંબર મેળવી તેને કોલ કરવામાં આવતો હોય છે.આવી જ એક એરપોર્ટ પર જોબ અપાવવા માટેની કંપની દ્વારા ઠગાઈ કરવાનું સામે આવી રહ્યું છે.જેમાં આ ઈસમ જોડે આશરે ૫૦ હજાર થી વધુ રૂપિયા પડાવવાનો બનાવ સામે આવ્યો છે. એરપોર્ટ કંપની દ્વારા સુપ્રસિદ્ધ અખબારોમાં જાહેરાતો આપવામાં આવી હતી અને આ જાહેરાતો વાંચતા નોકરી વાંચ્છુંક આ ઈસમ દ્વારા તે કંપનીને કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની પાસે ફી ના નામે રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

Latest Stories