અમદાવાદમાં પીએમ મોદી અને શિંઝો આબેનાં સ્વાગત માટે થનગનાટ

New Update
અમદાવાદમાં પીએમ મોદી અને શિંઝો આબેનાં સ્વાગત માટે થનગનાટ

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં પીએમ શિંઝો આબેનાં સ્વાગત માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને હવે માત્ર ગણતરીનો સમયજ તેઓનાં આગમનમાં બાકી રહ્યો છે.

અમદાવાદની સરકારી શાળાની બાળાઓ દ્વારા માથે કળશ મૂકીને બંને દેશનાં વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે.

જ્યારે એરપોર્ટ પરથી ભવ્ય 8 કિલોમીટરનાં રોડ શો થકી પીએમ મોદી અને શિંઝો આબે લોકોનું અભિવાદન ઝીલશે.

પીએમ મોદી અને શિંઝો આબેનાં આગમનને પગલે અમદાવાદ શહેરને રોશનીનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે, અને લોકોમાં પણ આ ઘડીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.