અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા એવૉર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ પદાર્પણ કરનાર ગુજરાત પત્રકારોને એવૉર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવૉર્ડ સમારોહમાં ગુજરાતની મીડિયા સંસ્થાનની શ્રેષ્ઠ ૬ સ્ટોરીને સન્માનિત કરવામાં આવી હતી. ગુજરાત મીડિયા ક્લબના ઉપક્રમે યોજાયેલા એવોર્ડ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નવસારી જિલ્લા એબીપી અસ્મિતા અને કનેક્ટ ગુજરાત વેબ પોર્ટલના સંવાદદાતા સિદ્ધેશ જોષીને “રિમાર્કેબલ ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટ-જ્યુરિસ સ્પેશિયલ રેક્ગનિશન એવોર્ડ” તેમજ અરવલ્લી જિલ્લા દૂરદર્શન અને કનેક્ટ ગુજરાત વેબ પોર્ટલના સંવાદદાતા અંકિત ચૌહાણ ને “ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટર ઓફ ધ યરનો એવોર્ડ” એનાયત કરાયો હતો.

વર્ષોથી લોકોની સમસ્યાને વાચા આપવામાં પ્રયત્નશીલ રહી લોકશાહીને જીવંત રાખવા અને સમાજ જીવનના મૂલ્યોને જાળવવામાં પત્રકારિતા અને મીડિયાની ભૂમિકા મહત્વની છે, ત્યારે ગુજરાતના મીડિયા જગતમાં નાની વયે અંકિત ચૌહાણ અને સિદ્ધેશ જોષીએ ખૂબ મોટી નામના મેળવી છે. “ટેલિવિઝન ન્યુઝ રિપોર્ટર ઓફ ઘી યર” શ્રેણીમાં અરવલ્લી જિલ્લાના સંવાદદાતા અંકિત ચૌહાણને તેમની સ્ટોરી “દિવ્યાંગ સ્કૂલ” ન્યુઝ રિપોર્ટની પસંદગી બદલ તેમજ “રિમાર્કેબલ ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટ-જ્યુરિસ સ્પેશિયલ રેક્ગનિશન એવોર્ડ” શ્રેણીમાં નવસારી જિલ્લાના સંવાદદાતા સિદ્ધેશ જોષીને વાંસદા તાલુકામાં ગ્રામજનો દ્વારા ઘર દીઠ ૧૦૦ રૂપિયા ઉઘરાવી ૩D એનિમેશન તથા QR કોડની મદદથી પ્રાથમિક શાળામાં બાળકોને ભણવા માટે અનોખી પહેલ કરતા અહેવાલની પસંદગી બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારોને સન્માનિત કરવા માટે આ સમારોહનું આગવું મહત્ત્વ છે. કોઈ પણ ક્ષેત્ર હોય પ્રોત્સાહન જ સારું કામ કરવા પ્રેરિત કરે છે. આજે પ્રિન્ટ, ટીવી અને વેબ એ તમામ માધ્યમોના પત્રકારોને પ્રોત્સાહિત કરતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

સમગ્ર સમારોહ દરમ્યાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યા તથા આઇ.કે.જાડેજા જ્યારે કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ અર્જુન મોઢવાડિયા અને મનિષ દોશી, એવોર્ડની જ્યુરીમાં ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડિરેક્ટર પ્રો. શાંતાકુમાર, સિનિયર ટેક્સેશન એક્સપર્ટ મુકેશ પટેલ, એનઆઇડીના પૂર્વ ડિરેક્ટર પ્રદ્યુમ્ન વ્યાસ અને સિનિયર પત્રકાર મુકુંદ પંડ્યા, ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂર, ઉપપ્રમુખ આશિષ અમીન, ઓએનજીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિવ્યાંશ બાસુ ઉપરાંત મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત નાગરિકો,  પ્રોફેશનલ્સ, ડોક્ટર્સ, સી.એ. વગેરે ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here