Top
Connect Gujarat

અમદાવાદ વટવા ઔદ્યોગિક વસાહતમાં ગેસ ગળતરથી ચાર કામદારનાં મોત

અમદાવાદ વટવા ઔદ્યોગિક વસાહતમાં ગેસ ગળતરથી ચાર કામદારનાં મોત
X

અમદાવાદ વટવા ઔદ્યોગિક વસાહતનાં ફેઝ - 2માં આવેલ એડવાન્સ ડાયસ્ટફ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરની ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર કામદારો કરુણ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વટવા ઔદ્યોગિક વસાહતનાં ફેઝ - 2માં આવેલ એડવાન્સ ડાયસ્ટફ ઇન્ડસ્ટ્રીઝમાં વેસલમાં ગેસ ગળતરની ઘટના બની હતી, અને ફરજ પરના છ જેટલા કામદારોને ગેસની ગંભીર અસર થઇ હતી.

ઘટના અંગેની જાણ કંપની સૂત્રોને થતા તેઓએ ફાયર બ્રિગેડ સહિત ઇમરજન્સી સેવાની મદદ લીધી હતી, જોકે ચાર કામદારો શૈલેન્દ્ર દિવાકર, બંટી દિવાકર, ભરત દિવાકર, પુરન દિવાકરનાં કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે સુરેશ અને માવજી ઠાકોર નામનાં કામદારો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Next Story
Share it