Connect Gujarat
ગુજરાત

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે નક્કી થયેલી ૭% ટકાની મર્યાદાને રદ્દ કરતા પ્રસ્તાવને અમેરિકી સેનેટમાં મળી મંજૂરી

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે નક્કી થયેલી ૭% ટકાની મર્યાદાને રદ્દ કરતા પ્રસ્તાવને અમેરિકી સેનેટમાં મળી મંજૂરી
X

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે નક્કી થયેલી ૭ ટકાની મર્યાદાને રદ કરતા એક પ્રસ્તાવને અમેરિકી સેનેટમાં મંજૂરી મળી જતાં ભારતીયોને લાભ થવાની શક્યતા છે. ખાસ કરીને હજારો આઇટી નિષ્ણાતોને આનો લાભ થશે.

નિયમો મુજબ અમેરિકામાં એચબી-૦૧ વીઝા મેળવીને જનારા લોકોમાં માત્ર સાત ટકાને ગ્રીન કાર્ડ આપવાની જોગવાઇ છે. હવે એ મર્યાદા રદ્દ થતાં વધુ આઇટી નિષ્ણાતો અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવીને કાયમી નિવાસની સગવડ મેળવી શકશે. નવા પ્રસ્તાવમાં સાત ટકાની મર્યાદા દૂર કરીને ૧૫% કરવાની ભલામણ છે જેનો લાભ ભારતીય અને ચીની આઇટી નિષ્ણાતોને મળશે.

રિપબ્લીકન અને ડેમોક્રેટિક એમ બંને પક્ષોના કુલ ૩૧૦ થી વધુ સભ્યો આ પ્રસ્તાવની તરફેણમાં હોવાથી ફેરનેસ ફોર હાઇ સ્કીલ્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ ૨૦૧૯ સહેલાઇથી પસાર થઇ જવાની શક્યતા વધી હતી. આ પ્રસ્તાવ લાવનારા સેનેટર એ વાતે ખુશ હતા કે ૨૦૩ ડેમોક્રેટ અને ૧૦૮ રિપબ્લીકન આ પ્રસ્તાવને સપોર્ટ કરવા તૈયાર હતા.

આમ તો આ પ્રસ્તાવને સુધારા વધારા સાથે પસાર થવા માટે ૨૯૦ મતોની જરૂર હતી. પરંતુ ૪૩૫ સભ્યો ધરાવતી સેનેટમાં આ પ્રસ્તાવ ૩૬૫ મતોથી મંજૂર થયો હતો. પ્રસ્તાવની વિરુદ્ધ ફક્ત ૬૫ મત પડ્યા હતા.

Next Story
Share it