અરવલ્લી:જિલ્લાના વિકાસ માટે સ્વભંડોળ વધારવા ઠરાવ પસાર, સિંચાઇ તેમજ પિવાના પાણીની મુખ્ય સમસ્યા

New Update
અરવલ્લી:જિલ્લાના વિકાસ માટે સ્વભંડોળ વધારવા ઠરાવ પસાર, સિંચાઇ તેમજ પિવાના પાણીની મુખ્ય સમસ્યા

અરવલ્લી જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી હર્સિત ગોસાવી અને જિલ્લા પ્રમુખ હંસાબેન પરમારની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને કિશનગઢ જિલ્લા પંચાયત સીટના સદસ્ય રાજેન્દ્ર પારધીએ સામાન્ય સભામાં નવ રચિત અરવલ્લી જિલ્લાના વિકાસ માટે ગુજરાત સરકારનું રજૂ થનાર પુરાંત બજેટમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળ વધારવામાં આવેની રજૂઆતના પગલે જિલ્લા પંચાયતના સદસ્યોએ જિલ્લાના વિકાસ માટે સ્વભંડોળ વધારવામાં આવેનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો.

પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારધીએ જણાવ્યું હતું કે,જિલ્લામાં સરકાર દ્વારા ફાળવવામાં આવતું બજેટ ઓછું હોવાથી વિકાસથી વંચિત રહ્યો છે જેથી બજેટમાં વધુ સ્વભંડોળ જિલ્લાને ફાળવવામાં આવે તો જિલ્લાના અંતરિયાળ વિસ્તારો સુધી પાણીની સમસ્યા,સિંચાઇની સમસ્યા અને રોડ-રસ્તા અને ગટરની સુવિધા પ્રજાજનો માટે ઉપલબદ્ધ થઇ શકે અને જિલ્લાનો ઝડપથી વિકાસ થઇ શકે તેના માટે સ્વભંડોળ વધારવા વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

ગુરુવારે, જિલ્લા પંચાયત સભાખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં વિવિધ કામોને બહાલી આપવમાં આવી હતી. જેમાં મુખ્યત્ત્વે જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં આવેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા જળસ્ત્રાવ એકમનું વાર્ષિક ભાડું નક્કી કરવાની, જિલ્લા પંચાયત મકાનમાં એ.ટી.એમ સુવિધા કેન્દ્ર માટે જગ્યા ભાડે આપવા, જિલ્લા પંચાયત પ્રમુખને જિલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓમાં મુકવામાં આવતા કામો-નિર્ણયો અંગે લેવામાં આવતા પગલાંની જાણ કરવા અને એજન્ડાની નકલ આપવા,જિલ્લા પંચાયત અરવલ્લીના સને ૨૦૧૮-૧૯ ના સ્વભંડોળમાં સદસ્યોને વિકાસના કામો માટે આપેલ વહીવટી મંજૂરીને બહાલી આપવા માટે, જિલ્લા પંચાયત સને.૨૦૧૭-૧૮ ના સ્ટેમ ડ્યુટીના કામોની વહીવટી મંજુરીમાં ફેરફાર કરવા અંગે અને અન્ય ખર્ચને બહાલી આપવા ચર્ચા કરવામાં આવી હતી.

Latest Stories