/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asdsad-8.jpg)
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તરોમાં ઉનાળામાં પાણીની તંગીની સમસ્યા નિવારણ માટે પાઈપલાઈન મારફતે જળાશયો માંથી પીવાનું પાણી પૂરું પાડવા કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ યોજનાઓના નામે એંધાણ કરવા છતાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે પ્રજાજનો ટળવળી રહ્યા છે. પાઈપલાઈન પર લગાવવામાં આવેલા વાલ્વમાં અને પાઈપલાઈનમાં સમારકામના નામે લાખ્ખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં વાલ્વમાં વારંવાર ભંગાણ સર્જાતા હજ્જારો લીટર પાણી નો વેડફાટ થઈ રહ્યો છે. મોડાસાના વોલ્વા નજીક પાઈપલાઈન પર રહેલા એર વાલ્વમાં લીકેજ થી પાણીની નદીઓ વહેતા પાણી થી વંચિત પ્રજાજનો અને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા દર વર્ષે લાખ્ખો રૂપિયા ખર્ચી ઉનાળા પહેલા પાઈપલાઈન અને એરવાલ્વ માં સમારકામ હાથધરવામાં આવે છે દેખાવપૂર્તિ અને ખાનાપૂર્તિ કામગીરી કરી અને સમગ્ર સમારકામ ફક્ત કાગળ પર રહેતા અને સમારકામ ના નામે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીલીભગત થી રૂપિયા ખિસ્સામાં જતા રહેતા હોવાથી ઉનાળામાં જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલીભગત નો ભોગ પાણી થી ટળવળવા નો વારો આવ્યો છે.
અરવલ્લી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના એક બેડા માટે મહિલાઓ બે થી ત્રણ કિલોમીટર રઝળપાટ કરે ત્યારે માંડ માંડ પીવાના પાણીનો જુગાડ કરી રહી છે પાણી ની અછત વાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવા એસકે-૨ અને ૩ યોજના અને વાસ્મો યોજના અંતર્ગત પાણીની પાઈપ લાઈન નાખવામાં આવી છે અને પાઈપલાઈન પર સંપ લગાડવામાં આવ્યા છે પાણી પુરવઠાની બેદરકારીના પગલે જિલ્લામાં પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઈપલાઈનમાં અનેક વાર ભંગાણ સર્જાતા હજ્જારો લીટર પાણી નો વ્યય થઈ રહ્યો છે બીજીબાજુ પાણી વગર અનેક ગામો ટળવળટા જોવા મળે છે.