/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/arvlli.jpg)
અરવલ્લી જિલ્લામાં બે સપ્તાહ બાદ થયેલા વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે, જો કે હજુ વધુ વરસાદ થાય તો ખેડૂતો ઉનાળુ તેમજ શિયાળુ પાક લઇ શકે.
અરવલ્લી જિલ્લામાં પંદર દિવસ બાદ વરસાદ થતાં ખેડૂતોને હાશકારો થયો છે, કારણ કે, મોંઘાભાવનું બિયારણ લાવી મગફળી, કપાસ અને મકાઈના વાવેતર પર ખતરો મંડરાયો હતો, તેને હવે જીવનદાન મળ્યું છે. શરૂઆતમાં અરવલ્લી જિલ્લામાં વરસાદ થયા બાદ બે સપ્તાહથી વધારે વરસાદે વિરામ લીધો હતો, જેથી પાક સૂકાવા લાગ્યો હતો, એટલું જ નહીં જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો પણ નહોતો, જેથી તંત્ર દ્વારા સિંચાઈનું પાણી બંધ કરી દેવાયું હતું. સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા, પણ કુદરત મહેરબાન થતાં મેઘમહેર થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતો મલકાયા છે. ખેડૂતોનું માનિએ તો હજુ વધુ વરસાદ થાય તો શિયાળુ તેમજ ઉનાળુ પાક પણ સારી રીતે લઇ શકાય. મહત્વનું છે કે,અરવલ્લી જિલ્લામાં 1.5 લાખથી વધારે હેક્ટરમાં વાવેતર થયું છે,ત્યારે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. પણ હવે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.