Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ગેસ લાઈનની કામગીરીના ખોદકામ બાદ યોગ્ય સમારકામ નહીં થતાં પાલિકા પ્રમુખ ભરાયા રોષે

અરવલ્લી : ગેસ લાઈનની કામગીરીના ખોદકામ બાદ યોગ્ય સમારકામ નહીં થતાં પાલિકા પ્રમુખ ભરાયા રોષે
X

અરવલ્લી જિલ્લાની જનતાને ઘરે ઘરે પાઇપ લાઇનથી ગેસ મળે તે હેતુથી ગેસની પાઈપ લાઈન નાંખવાનું કામ તો ચાલી રહ્યું છે. જોકે આ કામથી શહેરીજનોને હાલાકી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે.

અરવલ્લી જીલ્લામાં સાબરમતી ગેસ પાઈપ લાઈન નખાતા કોન્ટ્રાક્ટરો ઠેર ઠેર ખાડા તો કરે છે, પણ આ ખાડા પૂર્યા બાદ તેનું યોગ્ય રીતે સમારકામ પૂર્ણ કરતા નથી, જેથી રસ્તા ઉપર માટી ફેલાય છે. કેટલીક જગ્યાએ તો આર.સી.સી. રોડ બન્યા બાદ પાઈપ લાઈન નાખવા માટે જે ખાડા ખોદવામાં આવ્યા હતા, તેના પર સિમેન્ટથી પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું. જેથી નવા રોડ તૂટી જવાના બનાવો પણ બન્યા છે.

મોડાસા નગરપાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર, નગરજનોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી સાબરમતી ગેસ પાઇપ લાઇનને મંજૂરી આપી હતી, પણ હવે લોકોની ફરિયાદ ઉઠતા નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરો અને સાબરમતી ગેસ દ્વારા જો કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો નગરપાલિકા ઉચ્ચકક્ષાએ જાણ કરી ગેસ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો તખ્તો પણ તૈયાર કરી દીધો છે.

Next Story
Share it