અરવલ્લી જીલ્લામાં ઈદે મિલાદ પર્વની ધામધુમથી ઉજવણી, ઠેર ઠેર જુલુસ નિકળ્યા

New Update
અરવલ્લી જીલ્લામાં ઈદે મિલાદ પર્વની ધામધુમથી ઉજવણી, ઠેર ઠેર જુલુસ નિકળ્યા

ઈસ્લામ ધર્મના પયંગમ્બર હઝરત મહંમદ મુસ્તુફા (સ.અ.વ.)ના જન્મદિવસ જશ્ને ઈદે મિલાદ પર્વની મોડાસા શહેર, માલપુર નગર સહિત જિલ્લાભરમાં રવિવારે ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પર્વ નિમિત્તે જિલ્લાના મોડાસા, માલપુર, ટીંટોઈ, મેઘરજ, બાયડ સહીત અન્ય ગામોમાં પણ ભવ્યાતિભવ્ય ઈદેમિલાદના જુલુસ નીકળ્યા હતા.

ઈદેમિલાદ પર્વને લઈને મુસ્લીમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પર્વને

લઈને જિલ્લાના વિવિધ મુસ્લીમ વિસ્તારોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. જિલ્લાના

વિવિધ સ્થળોએ નીકળનાર જુલુસને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જુલુસના રૂટ પર

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ

પયગમ્બર સાહેબના જન્મદિવસ ઈદે-મિલાદની ઉજવણી ભારે ધામધૂમ અને ઉલ્લાસપૂર્વક કરવામાં

આવી હતી. ઉજવણી પર્વે મોડાસા શહેરમાં ભવ્ય ધાર્મિક જુલૂસમાં જિલ્લાના મુસ્લિમ

બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા.