અરવલ્લી : દેશની સૌપ્રથમ ડિજિટલ શામળાજી RTO ચેકપોસ્ટનો થયો સૂર્યાસ્ત

ગુજરાતમાં આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાના નિર્ણય સાથે રાજ્ય સરકારે 16 RTO ચેકપોસ્ટ સહિત દેશની સૌપ્રથમ ડિજિટલ અરવલ્લી જિલ્લાના શામળાજીની RTO ચેકપોસ્ટને બંધ કરાતા તેનો પણ સૂર્યાસ્ત થયો છે.
ગુજરાત સરકારે રાજયની 16 જેટલી આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય કરતાની
સાથે જ અરવલ્લી જિલ્લાની અને દેશની સૌપ્રથમ ડિજિટલ ચેકપોસ્ટનો પણ અંત આવ્યો છે.
આરટીઓ ચેકપોસ્ટ પર થતાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા 30 ડિસેમ્બર 2016ના રોજ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શામળાજી આરટીઓ ચેકપોસ્ટનું ઉદ્ધાટન કર્યું હતું.
રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ચેકપોસ્ટને અંદાજે 5 કરોડથી વધુના ખર્ચે આધુનિકરણ કરી દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી.
સરકારના આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાના નિર્ણયથી ટ્રક એસોસિએશન તેમજ રોડ
ટ્રાન્સ્પોર્ટ એસોસિએશન આલમે આવકાર્યો છે. તેમનું માનવું છે કે, સરકારના
આ નિર્ણયથી સમય, ઇંધણ તેમજ નાણાની બચત થશે. સાથે જ
બન્ને એસોસિએસને અપીલ કરી છે કે, હવે આરટીઓના અધિકારીઓ રોડ
પર ટ્રક ચાલકોને હેરાન ન કરે તે માટે મોનિટરિંગ ટીમ બનાવે તો ઘણું સારું માનવામાં
આવશે.