અરવલ્લી: ધનસુરાના બુટાલ નજીક ટ્રિપલ અકસ્માત, 2ના મોત, 1ને ઇજા

New Update
અરવલ્લી: ધનસુરાના બુટાલ નજીક ટ્રિપલ અકસ્માત, 2ના મોત, 1ને ઇજા

ધનસુરા તાલુકાના બુટાલ ગામ નજીક ઘમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે 1 બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ધનસુરા નજીક બુટાલ ગામ પાસે કાર, બાઈક અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર મૃતક બે લોકો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે, અને બાઈકનું પાર્સિંગ પણ રાજસ્થાન હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ધનસુરા ખાતેની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.અકસ્માતને પગલે ધનસુરા પોલિસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.