/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/fdgf.jpg)
ભિલોડા તાલુકાના કિશનગઢ ગામની બે સગી બહેનો પશુઓને નદી કિનારે પાણી પીવડાવવા જતા પગ લપસતાં પાણીમાં ગરકાવ થઈ ગઇ હતી. આજુબાજુથી દોડી આવેલા લોકોએ અને સ્થાનિક તરવૈયાઓ બંને બહેનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢતા પરિવારજનોને આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.
કિશનગઢ ગામની રિતિકા કલાસાવા (ઉં.૧૫ વર્ષ) અને ચંદ્રિકાબેન કલાસાવા (ઉં.૧૩ વર્ષ) બપોરે તેમના પશુઓને ગામ નજીકથી પસાર થતી ઇન્દ્રાસી નદીમાં પાણી પીવડાવવા પહોંચી હતી. જેમાં નાની બહેન ચંદ્રિકાનો પગ નદીમાં લપસતાં નદીના પાણીમાં ડૂબતા નાની બહેનને બચાવવા જતા રિતિકા પણ પાણીમાં ગરકાવ થઈ જતા બંને બહેનોનું પાણીમાં ડૂબી જતા મોત થયાં હતાં. પરિવારજનો, ગામલોકોએ સ્થાનિક તરવૈયાઓની મદદ થી બંને બહેનોને નદીમાંથી કાઢતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું.