/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/EBtcxd4x.jpg)
અરવલ્લીની ગિરીકંદરાઓ વચ્ચે દૈદિપ્યમાન ભિલોડા તાલુકો આમ તો વનઆચ્છાદિત પ્રદેશ છે પરંતુ ગ્લોબલ વોર્મિગની અસરને કારણે હવે હરિયાળુ અરવલ્લીમાંથી ધીમે ધીમે વન આચ્છાદિત પ્રદેશ ઓછો થઇ રહ્યો છે. પરંતુ આ પ્રદેશને ફરી હરીયાળો બનાવવાનો નિર્ધાર અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગે કર્યો છે.
બાળકોને પાયાના જ્ઞાનથી જ પર્યાવરણના પાઠ ભણવા મળે તે માટે વૃક્ષ ઉછેરનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ભિલોડા તાલુકાની સિલદ્રી પ્રાથમિક શાળા અગ્રેસર છે. વર્ષ ૧૯૬૬માં શરૂ થયેલ આ શાળા શરૂઆતમાં નાની શાળા અને નાનું મેદાન એમાંય માંડ ચાર થી પાંચ જેટલા વૃક્ષ હતા. ધીરે-ધીરે શાળામાં વૃક્ષોના જતન પર ધ્યાન અપાતા આજે સિલાદ્રીની શાળા ગ્રીન શાળામાં પરીવર્તિત થઇ છે.
શાળાના શિક્ષકોની સૂઝબૂઝથી વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી અને અવનવા છોડનું વાવેતર કરવામાં આવ્યું. જેમાં ઔષધિબાગ, કિચનગાર્ડન સહિતના અલગ અલગ ભાગમાં વહેચવામાં આવ્યા છે. એટલું જ નહીં વિધાર્થીઓને વૃક્ષ ઉછેરની જવાબદારી પણ સોંપવમાં આવી છે.
શાળામાં થયેલા વૃક્ષોનું જતન
સિલાદ્રીની શાળામાં લીમડા અને અરડૂસી સહિતના ૭૦ મોટા વુક્ષ, આમળા,બદામ અને પપૈયા સહિતના ૯ ફળાઉ વૃક્ષ, ગુલાબ, મોગરો સહિત વિવિધ પ્રકારના ૩૭૦થી વધુ ફૂલછોડ, તુલસી, અરડુસી અને ફૂદીના સહિતના ૫૪ ઔષધિ વૃક્ષ અને 5 પ્રકારના વેલોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં શાળાના બગીચામાં કિચન ગાર્ડન તૈયાર કરાયું છે, જેમાં રીંગણ, સરગવો, મેથી, પાલક સહિતના શાકભાજીનો ઉછેર કરવામાં આવે છે. શાળામાં પાંચ વૃક્ષના રોપણથી કરેલ શરૂઆત આજે 500 જેટલા વૃક્ષોની હરીયાળી પથરાઈ છે.
પર્યાવરણનું રક્ષણ કરતા બાળસેના સાથે ગામલોકોનો સહયોગ આજે રંગ લાવ્યો છે. અને સિલાદ્રીની ગ્રીન શાળા બની છે. શાળાના શિક્ષકો અને બાળકોની કોઠાસૂઝને કારણે વૃક્ષ ઉછેરની જવાબદારી ઉઠાવી છે.