/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/fghgfh.jpg)
અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં ખાબકેલ અને ઉપરવાસમાં થયેલા વરસાદ ને લઈ જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. મેઘરજ તાલુકામાં રાજસ્થાનની સરહદે આવેલો વૈડી ડેમ પૂર્ણ ભરાઈ ગયો છે. વૈડી ડેમની મુખ્ય સપાટી 199.20 મીટર છે ત્યારે નવા નીરની આવક થતા ડેમની સપાટી 199.30 મીટરે પહોંચી છે જેના કારણે સિંચાઇ વિભાગે પુર નિયંત્રણ વિભાગને પત્ર લખી વૈડી ડેમની હાલની સ્થિતિથી વાકેફ કર્યા છે. ડેમ વિસ્તારના લોકોને પણ સતર્ક રહેવા સુચના આપી છે.
વૈડી ડેમમાંથી ઓવરફલો થયા પછી નું પાણી સૂરણ નદી માં અને ત્યાંથી વાત્રક નદીમાં ભળે છે. ડેમ આસપાસના ખેડૂતો પશુપાલકો ને ઉનાળા માં પાણી ની સમસ્યા નો સામનો કરવો પડતો હતો જે ડેમ છલકાતા બોર કુવા તળાવો પણ રિચાર્જ થશે અને પાણીની તંગી પણ દૂર થશે જેથી ધરતીપુત્રો માં પણ ખુશાલી છવાઈ છે. ડેમને જોવા માટે આસપાસથી લોકો ઉમટી પડયાં હતાં.