અરવલ્લી : મેશ્વો જળાશયમાં 7 હજાર ક્યુસેકની આવક, જિલ્લાની જનતાએ કર્યા વરસાદના વધામણા

New Update
અરવલ્લી : મેશ્વો જળાશયમાં 7 હજાર ક્યુસેકની આવક, જિલ્લાની જનતાએ કર્યા વરસાદના વધામણા

અરવલ્લી જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઇ છે, તો મોડાસાના લોકોએ વરસાદને વધાવ્યો હતો.publive-image

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી બાજુ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. હવામાન વિભાગની આગાહી બાદ જે રીતે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે, તેને વધાવવામાં આવ્યો હતો, મોડાસાની સરસ્વતી બાલ મંદિર સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા વરસાદના નીરને વધાવાયા હતા, જેમાં સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા. અરવલ્લી જિલ્લામાં વરસાદને કારણે માઝૂમ જળાશયમાં તેરસો તેમજ મેશ્વો જળાશયમાં સાત હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જિલ્લામાં વરસાદની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં વસાદના આંકડાની વાત કરવામાં આવે તો, મોડાસામાં 59 MM, ભિલોડા 69 MM , મેઘરજ 21 MM, માલપુર 02 MM, બાયડ 11 MM અને ધનસુરામાં 08 MM જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસતા અંદાજે દોઢ લાખ જેટલા હેક્ટરમાં થયેલા વાવેતરને જીવનદાન મળશે.publive-imageવરસાદને વધાવવા માટે મોડાસાની સરસ્વતી બાલ મંદિરની બાળાઓ તેમજ સામાજિક કાર્યકર નિલેષ જોષી, લેખક ડૉ.સંતોષ દેવકર, અમિત કવિ, અને સામાજિક કાર્યકર હિમાંશુ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.