અરવલ્લી : શ્રી મોડાસા કેળવણી મંડળ ને ૧૦૦ વર્ષ પૂર્ણ, બાળકોએ બનાવી અનોખી આકૃતિ

New Update
અરવલ્લી : શ્રી મોડાસા કેળવણી મંડળ ને ૧૦૦ વર્ષ પૂર્ણ, બાળકોએ બનાવી અનોખી આકૃતિ

અરવલ્લી જિલ્લાની એકમાત્ર જૂની કેળવણી સંસ્થા એટલે મોડાસા કેળવણી મંડળ. શ્રી મોડાસા કેળવણી મંડળના 100 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

કેળવણીની સ્મૃતિમાં મંડળની તમામ શાળાઓના ૬૦૦૦ વિદ્યાર્થીઓએ 'મોડાસા કેળવણી મંડળ ૧૦૦' જેવી મનોરમ્ય આકૃતિ સર્જી હતી. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ, મંડળના તમામ હોદ્દેદારો તથા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલ તેમજ મંડળની તમામ શાળાના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

પ્રાસંગિક ઉદબોધન કરતા બિપીનભાઈ શાહ એ જણાવ્યું કે, શાળાઓના વિકાસ માટે છેલ્લા ૨૬ વર્ષમાં ૧૦ કરોડ રૂપિયાના શૈક્ષણિક ભાવનો, આઈ.ટી.સેન્ટરો તથા શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરી. આ વિકાસને વેગ આપવા શાળાના આચાર્યો, શિક્ષકો અને કર્મચારી વર્ગના સહકાર થી શક્ય બન્યું તેમજ દેશ પરદેશના દાતાઓનું મહત્તમ યોગદાન આ ક્ષણે ભૂલી શકાય એમ નથી.

આ પ્રસંગે સમીરભાઈ પટેલના વ્યાખ્યાનમાં બુદ્ધિ ની સાથે હૃદયનો વિકાસ એજ કેળવણી નો મૂલ મંત્ર છે. તેવી શીખ આપી. હૃદયના શિક્ષણમાં શિક્ષણ નું હૃદય રહેવું છે તેવી પાયાની વાત કરી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા તેમજ રસ્સા ખેંચમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. આ સમગ્ર પ્રસંગને સફળ બનાવવા મોડાસા હાઇસ્કુલ અને સર્વોદય હાઇસ્કુલના આચાર્યો મનીષભાઈ જોષી તથા શ્રી ડૉ.રાકેશભાઈ મહેતા સાહેબ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે શ્રી મનીષભાઈ જોષી સાહેબે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.