આઈસીસી ટેસ્ટ વન ડે રેન્કિંગમાં વિરાટ કોહલી બીજા સ્થાને 

New Update
વન-ડે રેન્કિંગમાં કોહલી નં.-૧ બેટ્સમેન

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ જારી કરેલા રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ છવાઈ ગયા છે. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ અને વન ડેમાં એક સાથે જ 900 પોઈન્ટ પાર કરનાર બીજા ક્રિકેટર બન્યા છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ વન ડેનાં બોલિંગ રેન્કિંગમાં સંયુક્ત રીતે ટોચ પર પહોંચી ગયા છે.

દક્ષિણ આફ્રિકાનાં એબી ડિવિલિયર્સ પછી એક સાથે જ ટેસ્ટ અને વન ડે રેન્કિંગમાં 900 પોઈન્ટ પાર કરનાર વિરાટ કોહલી બીજા ક્રિકેટર છે. આ સાથે ક્રિકેટના બંને ફોર્મેટમાં 900 પોઈન્ટ પાર કરનાર પાંચ બેટ્સમેનોમાં પણ તેમનો સમાવેશ થાય છે. કોહલીએ વન ડેમાં 909 અને ટેસ્ટમાં 912 પોઈન્ટ મેળવ્યા છે.

યાદીમાં અફઘાનિસ્તાનનો સ્પિન બોલર રાશિદખાન રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે. તે ભારતનાં જસપ્રીત બુમરાહ સાથે સંયુક્ત રીતે આ ક્રમાંક ધરાવે છે.