/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/unnamed-4-9.jpg)
તાજેતરમાં એક રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જે મુજબ વર્ષ 2010 સુધી વિશ્વના 2/3 ટકા વન્ય જીવોનો નાશ થઇ જશે. રિપોર્ટમાં ભારતમાં પણ વન્યજીવોની સંખ્યા ઘટીને અડધી થઇ જવાનો ભય રજૂ કરાયો છે.
વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફેડરેશનની પ્લેનેટ રિપોર્ટ 2016માં ઘણી ચેતવણીઓ આપવામાં આવી છે. જેમાં વર્ષ 1970થી 2012 સુધીમાં કુલ 3706 સ્પીશીઝ સાથે જોડાયેલા 14 હજાર જીવોનો અભ્યાસ કર્યા બાદ આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં એ બાબતના પુરાવા આપવામાં આવ્યા છે કે માનવજાત પ્રકૃતિમાં ખતરનાક ફેરફારનું કારણ બનશે.
રિપોર્ટમાં એ ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે દુનિયામાંથી છઠ્ઠીવાર સજીવોનો સામૂહિક વિલોપ થઇ શકે છે. રિપોર્ટ મુજબ આ વિનાશનું કારણ માનવજાતની વધી રહેલી ગતિવિધિઓ છે. જ્યારે ભારત માટે પણ આ રિપોર્ટમાં ભય વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 50 ટકા વન્યજીવન વિલુપ્તિના આરે છે.