/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-138.jpg)
છેલ્લા બે મહિનામાં પડેલ ગરમીને કારણે અને ઘાસચારા ના ભાવ વધવાને કારણે આણંદ ખેડા અને મહીસાગર જીલ્લામાં દુધની અમુલ ડેરીમાં આવકમાં ઘટાડો થયો હતો. પ્રતિ દિવશે અમુલમાં ત્રણ જીલ્લામાંથી ૩૦ લાખ લીટર દૂધ આવતું હતું તેની જગ્યાએ ૨૧ લાખ લીટર પર આંકડો પહોચી જતા પશુપાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
ગયા મહીને અમુલ ધ્વરા પશુપાલકોની દૂધ ઉત્પાદનની સ્થિતિનો તાગ મેળવી ત્રણ વખત ૧૦ ૧૦ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો છતાં પણ સતત લીલા ઘાસચારા ણી તંગી, કેટલફીડ ના ભાવમાં વધારો થતા પશુપાલકો ધ્વરા દુધના ભાવમાં વધારાની રજુઆતો અમુલ ડેરીમાં કરવામાં આવતા આજે અમુલ ડેરીના ચેરમેન ધ્વરા દુધના ભાવમાં ૩૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, અમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને કારણે પ્રતિ માસ અમુલ ડેરી પર ૧૧ કરોડ ૮૨ લાખનું ભારણ થશે જે વાર્ષિક ૧૦૬ કરોડ ૪૧ લાખને આંબી જશે .