આણંદ : ચકચારી બનાવ... માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ નરાધમે કરી કરપીણ હત્યા

New Update
આણંદ : ચકચારી બનાવ... માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ નરાધમે કરી કરપીણ હત્યા

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના એક ગામમાં નરાધમે ગામની જ એક

Advertisment

બાળકી પર દુષ્કર્મ આચરી બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખતા સમગ્ર પથકમાં અરેરાટી

વ્યાપી જવા પામી છે. જો કે ઘટનાની ગંભીરતાને લઇ દોડતી થયેલી પોલીસે આરોપી યુવકની

ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાત તાલુકાના એક

ગામમાં એક બાળા પોતાના ઘર પાસે રમી રહી હતી, ત્યારે ગામમાં જ

રહેતો એક યુવક બાળકીની એકલતાનો લાભ લઇ તેની પાસે પહોચી જઈ બાળકીને ફટાકડા આપવાની

Advertisment

લાલચ આપી ગામની સીમમાં આવેલ કાંસ પાસે લઇ ગયો અને બાળકી પર દુષ્કર્મ આચરી બાળકીનું

ગળું દબાવી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. બે ત્રણ કલાક સુધી બાળકી પોતાના ઘરે પરત ન

ફરતા તહેવારની ઉજવણીમાં વ્યસ્ત એવા બાળકીના પરિવારજનોએ પોતાની વ્હાલસોયી દીકરીની

તપાસ હાથ ધરી, જોકે ગામમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગામનો એક યુવક બાળકીને લઇ થોડા સમય પહેલા જ સીમ વિસ્તારમાં ગયો

હતો. જેથી બાળકીના પરિવારજનો દ્વારા બાળકીની શોધ કરવા સીમ વિસ્તારમાં પહોચતા જ

બાળકીના માતા પિતાના હોશ ઉડી ગયા. પોતાની વ્હાલસોયી દીકરી કાંસના ગંદા પાણીમાં મૃત

Advertisment

અવસ્થામાં પડી હતી, જેથી બાળકીના માતા પિતાએ અન્ય લોકોની મદદથી

પોતાની દીકરીના મૃતદેહને બહાર કાઢી સમગ્ર મામલે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા

પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહનો કબજો મેળવી કરમસદ મેડીકલ હોસ્પિટલ ખાતે પીએમ માટે

ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

કરમસદ મેડીકલ

હોસ્પીટલમાં પીએમ બાદ ડોકટરો દ્વારા રીપોર્ટ આપવામાં આવ્યો હતો કે, પહેલા બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને બાદમાં

બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી. જેથી ખંભાત ગ્રામ્ય પોલીસે હત્યા

કરનાર આરોપીની તપાસ હાથ ધરી ગામમાં જ રહેતા એક યુવકને પોલીસ મથકે લાવી તપાસ હાથ

ધરતા આરોપીએ પોતાના ગુનાનો એકરાર કરતા પોલીસે યુવકની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની

તજવીજ હાથ ધરી છે.

Advertisment