આણંદ જિલ્લામાં ૪ ૧૦૮ની એમ્બ્યુલન્સ બદલીને નવી ફાળવાઇ

New Update
આણંદ જિલ્લામાં ૪ ૧૦૮ની એમ્બ્યુલન્સ બદલીને નવી ફાળવાઇ

વિકટ પરિસ્થિતમાં મુકાયેલી માનવ જિંદગીને ૧૦૮ દ્વારા બચાવી શકાશે

Advertisment

જિલ્લામાં દિવાળીના  મહા પર્વ, નવુ વર્ષ તેમજ અન્ય તહેવારોમાં લોકોની સુખાકારી માટે ૧૦૮ ની સેવા અવિરત પણે મળી રહે તેમજ ૧૦૮ ખડેપગે રહીને માનવ જિંદગીને  વિકટ પરિસ્થિત માંથી ઉગારી શકે તે માટે સરકાર દ્વારા આણંદ જિલ્લાને આજે  ૪ નવી ૧૦૮ ફાળવવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં ૧૦૮ની ૧૭ એમ્બ્યુલન્સ કાર્યરત થઇ છે. તહેવારોના પર્વમાં ૧૦૮ એમ્બ્યુલન્સના  સ્ટાફ મિત્રો દિવાળીના મહાપર્વ તેમજ રજાના દિવસોમાં પણ સતત ૨૪ કલાક ફરજ પર હાજર રહી વાહન અકસ્માત, તાવની બિમારી, ડીલીવરી કેસ તેમજ અન્ય કેટલીય બિમારી તેમજ ઇમરજન્સી સેવાઓમાં સબબ ૧૦૮ લઇને તાત્કાલિક સ્થળે પહોંચીને દર્દીઓને સારવાર આપી શકે અથવા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડી શકે તે હેતુથી જિલ્લાને ૪ એમ્બ્યુલન્સ બદલીને નવી ફાળવી આપવામાં આવી છે.

publive-image

જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ ૪ નવી ૧૦૮ને લીલી ઝંડી આપતા જણાવ્યુ હતુ કે આણંદ જિલ્લામાં જનસુખાકારી વધે તેમજ લોકોને તહેવાર અને અન્ય દિવસોમાં પણ ઇમરજન્સી સેવા માટે હાલાકી ન ભોગવવી પડે તેમજ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી માનવ જિંદગીઓને ૧૦૮ બચાવી શકે તેમજ ૧૦૮ના સ્ટાફ દ્વારા દરેક દર્દીને ઇમરજન્સીમાં સારી સારવાર મળી રહે તે માટે ૪ નવી એમ્બ્યુલન્સ બદલી આપવામાં આવી છે.

Advertisment