આનંદીબેન પટેલે વિજય રૂપાણીને બાંધી રાખડી
BY Connect Gujarat18 Aug 2016 8:43 AM GMT

X
Connect Gujarat18 Aug 2016 8:43 AM GMT
આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામ ધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાર્ટી હાઇ કમાન્ડને પત્ર લખીને મુખ્યમંતત્રી પદની જવાબદારી માંથી મુક્ત કરવા વિનંતિ કરી હતી. જેનો પાર્ટી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે વિધિવત શપથ લીધા હતા.
પરંતુ વિજય રૂપાણી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે મતભેદ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી હતી. ત્યારે આજે આનંદીબેને વિજય રૂપાણીને રાખડી બાંધતા તેવી અફવાઓનો અંત આવ્યો છે. રાજ્યના એક ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ વર્તમાન મુખ્યમંત્રીને રાખડી બાંધીને અનોખી રીતે આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.
Next Story