/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/Amod-photo.jpg)
આમોદ નગરમાં આવેલા માંડવા ફળીયામાં ગતરોજ રાત્રીના સમયે એક આધેડ જમતી વેળા ગાળો બોલાતા હોવાથી ઉશ્કેરાયેલા પાડોશીએ તેની હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરમાં માંડવા ફળીયા ખાતે રહેતા મનુભાઈ રાઠોડ(ઉ.વ.૬૫) નાઓ રાત્રીના સમયે દરરોજ જમતી વખતે ગાળો બોલતા હોય તેથી તેની સામે રહેતા કાશીબહેને આ બાબતે વિનોદ રાઠોડને ફરિયાદ કરી હતી. ઉશ્કેરાયેલા વિનોદ રાઠોડે ઘરમાંથી દાંતી લાવી મનુ રાઠોડ સાથે ઝગડો શરૂ કરી દીધો હતો. તેણે મનુ રાઠોડને મોઢા તથા છાતીના ભાગે દાંતીના ઘા મારી દેતાં તેમનું ગંભીર ઇજાના પગલે મોત થયું હતું.
આમોદ પોલીસે મૃતકના ભત્રીજા રમેશ ચંદુ રાઠોડની ફરિયાદને આધારે વિનોદ ઉકેડ રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધી તેને જેલના સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.