New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-18.jpg)
ઉત્તરપ્રદેશના અલ્હાબાદ માં એરફોર્સનું ચેતક હેલિકોપ્ટર એરબેઝ પરથી ઉડાન ભર્યું હતુ,પરંતુ ટેક્નિકલ ખામીના કારણે બામરૌલી માં ઇમરજન્સી લેન્ડિંગ કરતી વેળાએ હેલિકોપ્ટર ઉથલી પડયુ હતુ,અને બંને પાઇલોટ સલામત રહ્યા હતા,ઘટના અંગે જરૂરી તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
જ્યારે અન્ય એક ઘટના રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવકર કુડલા ગામ ખાતે ભારતીય વાયુ દળનું ફાઈટર જેટ સુખોઇ -30 MKI ક્રેશ થયુ હતુ.પાઇલોટે વિમાન પર કાબુ મેળવવા પર તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા.જોકે પાઇલોટે સલામતી પૂર્વક ઉતરાણ કરી લેતા કોઈ જાનહાની પહોંચી નહોતી.