ગુજરાત વિધાનસભાની ચુંટણી ને લઇ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની ટીમને ગુજરાતમાં ઉતારવામાં આવી છે. જે ટીમમાં સ્મૃતિ ઈરાની, ડો.રાધા મોહન સિંઘ, ડો.રમણ સિંઘ સહિતનાં ટોચનાં નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા હતા.

રાજકોટમાં છત્તીસગઢનાં મુખ્યમંત્રી ડો.રમણ સિંઘે લોકો સાથે મુલાકાત કરી હતી. જેમાં વિધાનસભા બેઠક 68 અને વિધાનસભા બેઠક 71માં લોકો સાથે સંવાદ કર્યો હતો.

પત્રકારો સાથેની વાતચીતમાં ડો.રમણ સિંઘે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ચાલી રહેલ આરક્ષણ માત્ર એક ચૂંટણી લક્ષી મુદ્દો છે. ગુજરાતમાં ભાજપ માત્ર વિકાસને લઇ ચૂંટણી લડશે. તેમજ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધી ઉતરપ્રદેશની ચુંટણી વખતે ઉત્તરપ્રદેશ બહુ ગયા હતા, જેમાં કેટલી સીટ આવી હતી સૌ કોઈને ખબર છે. ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં ઉત્તરપ્રદેશ જેવા હાલ ગુજરાતમાં પણ થવાનાં છે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here