/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/488413-supreme-court.jpg)
સુપ્રીમ કોર્ટ દ્વારા ઉપહાર સિનેમાંની આગ દુર્ઘટના સાથે સંકળાયેલ ગોપાલ અંસલને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જયારે તેના મોટાભાઈ અને સહ આરોપી એવા સુશીલ અંસલને તેની વૃદ્ધાવસ્થા અને બિમારીઓને કારણે સજામાંથી મુક્તિ અપાઈ હતી.
આ આગ દુર્ઘટના 13 જૂન, 1997 ના રોજ સાઉથ દિલ્હી સ્થિત ઉપહાર સિનેમામાં ફિલ્મ "બોર્ડર" ના સ્ક્રીનીંગ દરમિયાન સર્જાઈ હતી જેમાં 59 લોકો મોતને ભેટ્યા હતા જયારે 100 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.
વધુમાં જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ કુરિયન જોસેફ આંશિકની બેન્ચ દ્વારા આરોપીઓને જેલની સખત સજા અથવા તો 3 માસમાં ગુનેગાર દીઠ રૂ 30 કરોડ ચૂકવવાનું જણાવવામાં આવ્યું હતું.