New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/download-1-2.jpg)
તાજેતરમાં ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય સૈન્યના 18 જવાનો શહીદ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ત્યારે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પણ પોતાનો કરાંચી પ્રવાસ રદ કર્યો હતો.
આ અંગે રાજુ શ્રીવાસ્તવે ટ્વિટર પર જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું એ દેશના લોકોને કેવી રીતે હસાવી શકું જે મારા દેશના જવાનોના મોત માટે જવાબદાર છે.
પોતાની ટ્વિટમાં રાજુએ જણાવ્યું હતું કે આપણે બંદૂક લઇને સરહદ પર તો જઇ શકતા નથી. પરંતુ મે મારો કરાંચી પ્રવાસ રદ કરી દીધો છે. આ વિરોધ દર્શાવવાનો જ એક પ્રકાર છે. તેમણે કહ્યું કે કોમેડી હ્રદયથી થાય છે અને આ ભારે હ્રદય સાથે હું લોકોને કેવી રીતે હસાવી શકું.
ઉલ્લેખનીય છે કે જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પાકિસ્તાનના કરાંચી શહેરમાં એક કોમેડી શો માટે જવાના હતા.