ઋત્વિક રોશન અને શ્રધ્ધા કપૂર કોમેડી ફિલ્મમાં પ્રથમ વખત સાથે દેખાશે

New Update
ઋત્વિક રોશન અને શ્રધ્ધા કપૂર કોમેડી ફિલ્મમાં પ્રથમ વખત સાથે દેખાશે

ઋત્વિક રોશન પ્રથમ વખત શ્રદ્ધા કપૂર સાથે કોમેડી ફિલ્મમાં દેખાશે. અભિનેતાએ આ જાણકારી ટ્વિટર પર આપી હતી. વાસ્તવમાં ઋત્વિક ટ્વિટર પર પોતાના જન્મદિનની શુભેચ્છાનો આભાર માનતી ટ્વિટ કરી હતી. સાથે સાથે તેણે એમ પણ લખ્યું હતું રે, 'કોમેડી ફિલ્મ આપણી રાહ જોઇ રહી છે. બસ ત્યારથી લોકો પોતાની રીતે વિચારી રહ્યા છે.

સૂત્રની વાત સાચી માનીએ તો કરણ મલ્હોત્રા એક કોમેડી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ માટે તેણે ઋત્વિક અને શ્રધ્ધાનો સંપર્ક કર્યો છે. જલ્દી જ આ ફિલ્મની સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવશે. ઋત્વિક અને કરણે સાથે મળીને અગ્નિપથ જેવી સુપરહિટ ફિલ્મ આપી છે.

Latest Stories