કંગના અને અમિતાભને શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ

New Update
કંગના અને અમિતાભને શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ

તારીખ 3જી મે મંગળવારે યોજાયેલા 63મા રાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં કંગના રનૌત, અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ફિલ્મ તન્નુ વેડ્સ મન્નુ રિટર્ન્સ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. જ્યારે મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનને તેમની ફિલ્મ પિકુ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

3

આ પ્રસંગે ફિલ્મ બાહુબલીને શ્રેષ્ઠ ફિલ્મ અને સંજય લીલા ભણસાલીને બાજીરાવ મસ્તાની માટે શ્રેષ્ઠ ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.