કંગના રનૌત 80 વર્ષની વૃદ્ધા તેજુનો રોલ કરશે

New Update
કંગના રનૌત  80 વર્ષની વૃદ્ધા તેજુનો રોલ કરશે

ફિલ્મ ૧૦૨ નોટ આઉટમાંના બિગ બીના અવતાર બાદ અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ વેબસાઇટ અને ઇન્ટરનેટ પર પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં કંગના પોતે દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવી ૮૦ વર્ષની તેજુના કિરદારને ન્યાય આપવાની છે. ફિલ્મ તેજુ કંગનાની પ્રોડકશન કંપની મણિકર્ણિકા ફિલ્મસના બેનર હેઠળ લોન્ચ થશે.

થોડા દિવસો પહેલા જ કંગનાએ જાહેરાત કરી હતી કે તે હવે કોઇ અન્ય દિગ્દર્શકોના દિગ્દર્શન અને માર્ગદર્શનમાં કામ કરવા માગતી નથી. કંગના ફિલ્મ તેજુથી પોતે જ દિગ્દર્શન ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવાની છે.આ સ્ટોરી એક એવી વૃદ્ધ મહિલાની છે. જે પોતે પોતાની આધેડ જિંદગી ખુલ્લા મને જીવવા માગે છે.

કંગના રનૌત

અંતિમ સમય નિકટ હોવા છતાં તેને દુનિયાને અલવિદા કહેવામાં રસ નથી. આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર મહિનાથી શરૃ થશે અને વર્ષ ૨૦૧૮માં રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ હિમાલયની આસપાસના વિસ્તારોમાં થશે. ફિલ્મની સ્ક્રિપ્ટ કંગના પોતે જ લખી રહી છે. આ ફિલ્મ વરિષ્ઠ નાગરિકોની સંતાનો દ્વારા થતી અવગણના અને તિરસ્કાર પર પણ ફોકસ કરવાની છે.