કચ્છ : જબલપુર ગામમાં આભ ફાટયું, આખું ગામ બેટમાં ફેરવાયું

New Update
કચ્છ : જબલપુર ગામમાં આભ ફાટયું, આખું ગામ બેટમાં ફેરવાયું

કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે મુન્દ્રા તાલુકાના જબલપુર ગામે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. દસ ઇંચ જેટલો વરસાદ વરસી જતા ગામમાં પાણી ભરાઈ ગયા હતાં.

મુન્દ્રા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મુન્દ્રા તાલુકાના જબલપુર ગામ માં આભ ફાટયું હતું, અને ચાર કલાક માં 10 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને કારણે જબલપુર ગામ બેટ માં ફેરવાઈ ગયું હતું અને રસ્તાઓ તુટી ગયાં હતાં તેમજ  વીજળી પણ ગુલ થઈ હતી. વરસાદની આશમાં બેઠેલા ખેડૂતો અચાનક પડેલા ભારે વરસાદને કારણે સ્તબ્ધ રહી ગયા હતા, ભારે વરસાદથી કપાસ, તલ તેમજ દાડમ ના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જગતના તાતમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ખેતરોના પાળ તૂટી જતા ધરતી તળાવમાં ફેરવાઈ હતી.