/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/55.jpg)
આજના આધુનિક અને ઝડપી યુગમાં નવી પેઢીના બાળકોને દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઇક નવું કરી બતાવવાની જીજ્ઞાસા જાગી ઉઠી છે. ત્યારે એ માટે બાળકો માટે મુક્ત વાતાવરણ પણ એટલું જ જરૂરી બની ગયું છે. એ મુક્ત વાતાવરણ પ્રાપ્ત કરવા બાળકો માટે માત્ર ઘર અને શાળા નહીં પરંતુ બાળકોને વિવિધ સ્થળોની મુલાકાત કરાવવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે એ હેતુસર કરજણનગર ખાતે આવેલી બ્રાઇટ માઇન્ડસ સ્કૂલમાં અભ્યાસાર્થે આવતા બાળકોને શાળા સંચાલકો દ્વારા કરજણ નગરમાં આવેલા વિવિધ મહત્વના સ્થળોની મુલાકાત કરાવી માહિતગાર કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો.
શાળાના આચાર્ય તથા શિક્ષક ગણ સાથે શાળાના બાળકોને નગરના મહત્વના સ્થળો જેવા કે પોલીસ મથક, કોર્ટ, હોસ્પિટલ, બેન્ક, પોસ્ટ ઓફિસ, જેવા વિવિધ મહત્વના સ્થળોની મુલાકાત કરાવી બાળકોને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નગરના વિવિધ સ્થળોની મુલાકાતનો મુખ્ય હેતુ એ હતો કે બાળકો શાળામાં પુસ્તકોમાંથી તો જ્ઞાન મેળવે જ છે પરંતુ બાળકો પોતે જાત અનુભવથી ઘણું બધું જોઈ પોતાની કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરી શકે એ માટે બાળકોને નગરના વિસ્તારની મુલાકાત કરાવાઇ હતી. નગરના વિવિધ સ્થળોની મુલાકાત લઇ શાળાના બાળકોએ પણ ભારે હર્ષની લાગણી અનુભવી હતી.