New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/bengaluru_raid_story-6547_080217094451.jpg)
કર્ણાટકના ઉર્જા મંત્રીનાં ઘરે અને ગુજરાતના ધારાસભ્યો બેંગલુરુમાં જે રિસોર્ટમાં રોકાયા છે ત્યાં આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
આયકર વિભાગે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જે બેંગલુરુનાં ઇગલટન રિસોર્ટમાં રોકાયા છે ત્યાં અને કર્ણાટકનાં ઉર્જા મંત્રી ડી કે શિવકુમારના કનકપુરા અને સદાશિવનગરમાં આવેલા નિવાસ સ્થાન પર દરોડા પાડયા હતા.
આયકર વિભાગની ઉર્જા મંત્રીના નિવાસ્થાન અને રિસોર્ટમાં સર્ચની કાર્યવાહીના પગલે રાજકીય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.