/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-12.jpg)
અગાઉ 15000 સુધીની વેતન મર્યાદા ના વેતન ધારકોને ઇએસઆઈસી નો લાભ મળતો હતો
કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ઇએસઆઈસી ના લાભમાં વેતન મર્યાદા વધારીને રૂપિયા 21000 કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ અગાઉ રૂપિયા 6500 થી ઇએસઆઈસી માં 15000 ના પગારદારને પણ સમાવવામાં આવ્યા હતા,જયારે હવે આજ મર્યાદામાં વધારો કરીને રૂપિયા 21000 સુધીના પગારદાર ને પણ ઇએસઆઈસી નો લાભ મળશે તેમાં સેન્ટ્રલ યુનિયન લેબર મિનિસ્ટર બંડારુ દત્તાત્રેયે જાહેરાત કરી છે, તેઓએ જણાવ્યુ હતુ કે રૂપિયા 15000નો વેતન મેળવતા કર્મચારીઓ ના પગાર વધ્યા છે અને તે થી હવે 21000 સુધીના પગારદારો ને પણ ઇએસઆઈસી ની મર્યાદામાં આવરી લેવામાં આવ્યા છે.જેનો અમલ આગામી ઓક્ટોબર થી થશે.
વધુમાં જે કર્મચારીઓ નો પગાર 21000 થી વધી ગયો છે તેઓ ઈચ્છેતો ઇએસઆઈસી નો લાભ મેળવી શકે છે તેમ જાણવા મળ્યુ છે,જો કે, ઈપીએફઓના શેરધારકો માટે વેતનસીમા વધારવાની યોજના પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની આગામી બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.