Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસ દ્વારા તેમની રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા ફ્લાય ઓવરબ્રિજ મંજુર થયો હોવાનો કરાયો દાવો

કોંગ્રેસ દ્વારા તેમની રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા ફ્લાય ઓવરબ્રિજ મંજુર થયો હોવાનો કરાયો દાવો
X

ભરૂચની શ્રવણ ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજની મંજુરી બાદ જશ ખાટવા બંન્નેવને મુખ્ય રાજકીય પક્ષ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી તેઓની રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા ફ્લાય ઓવરબ્રિજ મંજુર થયો હોવાનો દાવો કરાયો છે . તો ભાજપના આગેવાનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી

રાજ્ય સરકાર દ્વારા ભરૂચની અતિ વ્યસ્ત એવી શ્રવણ ચોકડી ઉપર રૂપિયા ૮૦ કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાના પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી છે .સરકારના આ નિર્ણય બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેઓના પ્રયાસોથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનો જશ ખાટવાનો પ્રયાસ થઇ રહ્યો છે.ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા આ સંદર્ભે આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં દાવી કરવામાં આવ્યો હતો કે શ્રવણ ચોકડી પર ફળ્યા ઓવરબ્રિજની મંજુરી માટે ઓગસ્ટ ૨૦૧૮માં ધરણા પ્રદર્શનો કર્યા હતા. તો રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પણ આ અંગે રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા બ્રીજ બનાવવાની મંજુરી આપવામાં આવી છે.

Next Story
Share it