ક્ચ્છ : માંડવીના મસ્કામાં ગોળી મારી યુવાનની કરાઇ  હત્યા

New Update
ક્ચ્છ : માંડવીના મસ્કામાં ગોળી મારી યુવાનની કરાઇ  હત્યા

કચ્છના માંડવી તાલુકાના નાનકડા મસ્કા ગામમાં સરેઆમ ધોળે દહાડે યુવક પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર ફેલાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ,મસ્કા ગામે ટીબી હોસ્પિટલ પાસે બનાવ બનવા પામ્યો હતો..મૃતક આશિષ ચંદ્રકાન્ત જોશી (ઉંમર વર્ષ 32) ટીબી હોસ્પિટલ પાસે સર્વિસ સ્ટેશન પર બેઠો હતો. ત્યારે સાંજના સમયે બાઇક પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ પોતાના કબ્જાની બંદૂકમાંથી આશિષ પર બે થી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.ગોળી વાગતા આશિષ ઢળી પડ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ અંગત અદાવતમાં ફાયરીંગ થયું હોવાની શક્યતા છે. બનાવ અંગે જાણ થતાં જ માંડવી પોલીસ કાફલાએ સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી છે.