ક્રેડિટ કાર્ડ થી પેટીએમ વોલેટમાં પૈસા નાખવા માટે લાગશે 2 ટકા ચાર્જ

New Update
ક્રેડિટ કાર્ડ થી પેટીએમ વોલેટમાં પૈસા નાખવા માટે લાગશે 2 ટકા ચાર્જ

બેન્ક ટ્રાન્ઝેક્શનથી બચવા માટે લોકો એ પેટીએમના માધ્યમનો દુર ઉપોયોગ કરતા કંપની દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે ,અને આ નિયમ 8 માર્ચથી લાગુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

ક્રેડિટ કાર્ડ થી પેટીએમ વોલેટમાં પૈસા નાખવા માટે 2 ટકાનો ચાર્જ લગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે, નેટ બેન્કિંગ દ્રારા ક્રેડિટ કાર્ડ થી પેટીએમ વોલેટમાં પૈસા નાખવામાં આવે તો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં, ડિજિટલ પેમેન્ટ વોલેટ થી ક્રેડિટ કાર્ડના યુજ થી પૈસા નાખવા પર કેશબેક ફરી આપવા આવશે, જેમાં ક્રેડિટ કાર્ડ થી પેટીએમ દ્રારા ઓનલાઇન શોપિંગ અથવા બિલ પેમેન્ટ કરવાથી તેના પર કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં.

નોટબંધી બાદ પેટીએમનું ચલણ વધ્યુ છે, ત્યારે તેના દૂર ઉપયોગને અટકાવવા કંપની દ્વારા નવો નિયમ બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.