/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/20151124174347-ccd0d1d6.jpg)
ફિલ્મી દુનિયામાં બાળકલાકાર તરીકે કેરિયરની શરૂઆત કરનાર રેખાનું જીવન સફર ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે. આજે શ્રેષ્ઠ અભિનેત્રીઓ અને ખુબસુરતીમાં પ્રથમ હરોળમાં આવતી રેખાને જીવનભર એકલા રહેવાનો ગમ પણ સહન કરવો પડયો છે.
તમિલ ફિલ્મના સુપરસ્ટાર જૈમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પવલ્લીની દીકરી રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954 માં ચૈન્નઈમાં થયો હતો. માતાપિતા ફિલ્મ ક્ષેત્રે હોવાથી રેખાનો ફિલ્મી દુનિયા પ્રત્યેનો લગાવ રહ્યો હતો. રેખાનું બાળપણનું નામ ભાનુરેખા ગણેશન હતુ. જે ફિલ્મી દુનિયામાં રેખા થઇ ગયું.
રેખાએ સન 1966 માં 12 વર્ષની ઉંમરમાં બાળકલાકાર તરીકે તેલુગુ ફિલ્મ રંગુલા રતનામથી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. જયારે પ્રથમ હિન્દી ફિલ્મ સાવન ભાદો હતી. પરંતુ તેના મેદસ્વી શરીર અને હિન્દી ભાષાની જાણકારીના અભાવે લોકો તેમને પસંદ કરતા ન હતા.
જોકે, આર્થિક તંગીના કારણે રેખાએ એક સમયે બી અને સી ગ્રેડની ફિલ્મો પણ કરી હતી અને ખુબ જ સંઘર્ષભર્યા માર્ગના કાંટાઓને સર કરીને રેખાએ સફળતા હાંસલ કરી તો જીવનભર એકલા રહેવાનું દુઃખ પણ સહન કરવું પડયું છે.
"ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હેં", જે ફિલ્મી ગીત આજે પણ રેખાની સુંદરતાની ચાળી ખાય છે. લગભગ 45 વર્ષના ફિલ્મી કેરિયરમાં રેખાએ 180 ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા છે. જેમાં ઉમરાવ જાન, ખુબસુરત, સિલસિલા, મુક્દર કા સિકંદર, ખુન ભરી માંગ, ખિલાડીયો કા ખિલાડી સહિતની ફિલ્મો તેમની યાદગાર ફિલ્મો રહી છે.
રેખાને ફિલ્મી સફરમાં ફિલ્મ ફેયર, પદ્મ શ્રી સહિતના એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવી છે. રેખા 63 વર્ષે પણ પોતાની સુંદરતા અને આંખોની નજાકત થકી તેમના ચાહકોમાં આજે પણ ઓટ આવી નથી. 63 વર્ષીય રેખાની સફળતાનું રાજ પણ સંઘર્ષમય જીવન હોવાનું અને તેના રહસ્યમય સંબંધો રહ્યા હોવાનું લોકો માની રહ્યા છે.