/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/daman-e1564122381597.jpg)
દમણ નગર પાલિકાએ ફરી હોટલો પર તવાઈ ઉતારી છે ગત 16 તારીખે ગંદુ પાણી ગટરોમાં ઠાલવવા બદલ પાલિકાએ 5 હોટલોની સામેની ડ્રેનેજ લાઈન ખોદીને તેમને 5000નો દંડ ફટકાર્યો હતો, આ વખતે ફરી દમણ પ્રશાસને સપાટો બોલાવતા 11 હોટલોના વીજ કનેક્શનો કાપી નાખ્યા હતા, આજે ડી.એમ.સીની ટીમે ફરી સી ફેસ રોડ પરની હોટલોનું ચેકીંગ હાથ ધર્યું હતું અને હોટેલ સોંવરીન, હોટેલ ગુરુકૃપા, હોટલ બ્રાઇટન સહિતની 11 હોટલોની વીજળી કાપી નાખી હતી.
ડી.એમ.સીના આદેશોને ઘોળીને પી જતી આ હોટેલોએ પોતાના કિચન અને સૌચાલયોના ગંદા પાણીની લાઈન પાલિકાની સ્ટોર્મ વોટર ડ્રેનેજની લાઈન સાથે જોડી દીધી હતી, આ ગંદુ પાણી ટ્રીટ થયા વગર ડ્રેનેજ લાઈનમાં થઈને સીધું દરિયામાં ભળી જતું હતું, ડી.એમ.સીએ તમામ હોટલોને પોતાનો એસ.ટી.પી અને ઈ.ટી.પી પ્લાન્ટ નાખવાનો પણ આદેશ કર્યો હતો, જેને હોટલ માલિકોએ કાનેધર્યો નહોતો, અને એસ.ટી.પી અને ઈ.ટી.પી પ્લાન્ટ નાખી દીધો હોવાનું પાલિકાને મૌખિક રીતે જણાવીને બિન્દાસપણે ટ્રીટ કર્યા વગરનું ગંદુ પાણી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં છોડતા હતા.
ત્યારે પાલિકાના આદેશોની અનદેખી કરતા આ હોટલ સંચાલકો સામે પાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા, અને સી ફેસ રોડ પર આવેલી તમામ હોટલના વીજ કનેક્શનો કાપી નાખ્યા હતા, જિલ્લા કલેકટર અને મેમ્બર સેક્રેટરી રાકેશ મીનહાસે ૧૧ જેટલી હોટલોનાં દૂષિત પાણી વરસાદી ગટરો માં છોડવા પર સખ્ત કાર્યવાહી કરી છે અને આવનારા સમયમાં દરેક હોટલ સંચાલકને પોતાની હોટલોમાં એસ.ટી.પી અને ઈ.ટી.પી પ્લાન્ટ ન નાખે તો રોજ ફરી દંડ ભરવા માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી હતી.