Top
Connect Gujarat

ગણેશોત્સવ ધર્મનાં માર્ગે એકતા અખંડતા થી બધાને એક સુત્રમાં પરોવવાનો અવસર

ગણેશોત્સવ ધર્મનાં માર્ગે એકતા અખંડતા થી બધાને એક સુત્રમાં પરોવવાનો અવસર
X

ભાદરવા ચોથ એટલે ગણેશ ચતુર્થી. કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નહર્તા દેવનું સૌ પ્રથમ પૂજન કરવામાં આવે છે. રિધ્ધી સિધ્ધીનાં સ્વામી ગણેશજીનો પર્વ ધર્મ સાથે એકતા અખંડતા થી બધાને એક સૂત્રમાં પરોવવાનો અવસર છે.

ગણેશોત્સવ મહારાષ્ટ્ર થી શરુ થયો હોવાનું માનવામાં આવે છે. જોકે હવે તો ભારતભરનાં રાજ્યોમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાનનું સ્થાપન કરવામાં આવે છે. બાળકોમાં પણ ગણપતિ બાપ્પા મોરિયાનાં નાદ સાથે વિઘ્નહર્તા દેવને આવકાર આપવામાં આવ્યો હતો.

ભારતમાં જયારે અંગ્રેજી હુકુમત હતી ત્યારે સ્વતંત્રતા સેનાની લોકમાન્ય તિલકે લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ તેમજ આદરભાવ જગાવવા અને દેશપ્રેમની ભાવના ઉજાગર કરવા માટે ગણેશોત્સવ ની શરૂઆત મહારાષ્ટ્ર થી કરી હતી અને આ ઉત્સવને તેઓએ જનજાગૃતિનું માધ્યમ બનાવીને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે આ પર્વને માત્ર મંદિર કે રાજ પરિવારો સુધી સિમિત ન રાખીને ઘર ઘર સુધી પહોંચાડયો છે.અને હવે આ ઉત્સવનું કદ ખુબજ વિશાળ થઈ ગયુ છે.અને લગભગ દેશના ખૂણે ખૂણે ગણેશોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવે છે.

ગણેશજીના ચાર્તુહસ્ત પાશ,અંકુશ,વરદ અને મોદક એટલે કે પાશ મોહરૂપી તમોગુણી છે,અંકુશ રજોગુણી અને વરદ મુદ્રા સતોગુણનું પ્રતિક છે.જ્ઞાન અને બુદ્ધિનાં પ્રતિક શ્રી વિઘ્નહર્તા દેવ નું વાહન ઉંદર ને પણ સંકટોની જાળ કાપવા વાળુ કહેવામાં આવ્યુ છે.વિઘ્નહર્તા દેવની ભક્તિ પૂજા થી મનુષ્ય જીવનને બાધાઓ,વિપદાઓ થી મુક્તિ મળે છે અને જીવન સુખ સમૃદ્ધિમય બનતુ હોવાની ભક્તોમાં માન્યતા છે.

અંકલેશ્વર શહેરની ગંગાજમના સોસાયટીમાં પીપલેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તિભાવ અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણપતિની અલભ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.અને ભક્તોનું દસ દિવસ સુધી આતિથ્ય માણવા પધારેલા શ્રીજી બાપાને લોકોની સુખાકારી અને તંદુરસ્તી માટેની પ્રાર્થના કરીને ભક્તોએ ગણેશોત્વની શુભ શુરુઆત કરી છે.

Next Story
Share it