ગરૂડેશ્વરના જુદા જુદા ગામોના ૩૦ યુવાનોને આંધ્રપ્રદેશની રક્ષા એકેડમીમાં સીક્યુરીટી તાલીમમાં મોકલાયા

New Update
ગરૂડેશ્વરના જુદા જુદા ગામોના ૩૦ યુવાનોને આંધ્રપ્રદેશની રક્ષા એકેડમીમાં સીક્યુરીટી તાલીમમાં મોકલાયા

 સરદાર

સરોવર નર્મદા નિગમના મેનેજીગ ડિરેક્ટર અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ

રાજીવ ગુપ્તાના પ્રેરક પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ તેમજ નર્મદા જિલ્લા પંચાયત અને

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા રાજપીપલા પ્રાયોજના વહિવટદારની કચેરી – ટ્રાયબલ

સબ પ્લાનના સહયોગથી ૩૦ જેટલા યુવાનોને આંધ્રપ્રદેશની રક્ષા એકેડમી ખાતે સીક્યુરીટી

સર્વિસની તાલીમ માટે મોકલવામાં આવ્યાં છે.

publive-image

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા

વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ તાલીમી

કાર્યવાહી સંદર્ભે ગત ઓક્ટોબર-૨૦૧૯ માં રક્ષા એકેડમીના સંચાલક તરફથી રાજપીપલા ખાતે

મોકલાયેલા તાલીમી તજજ્ઞોએ ઉક્ત પસંદગી પામેલ ૩૦ જેટલા યુવાનો સાથે જરૂરી

વિચાર-વિમર્શ કરીને તેમના તરફથી આ તાલીમ અંગે જરૂરી સમજ આપવામાં આવી હતી અને તેના

ભાગરૂપે આ તમામ ૩૦ યુવાનો બે જૂથમાં પાંચ સપ્તાહની તાલીમ લેવા માટે આંધ્રપ્રદેશ

રવાના થઇ ગયાં છે. આ રક્ષા એકેડમીમાં જિલ્લાના તાલીમાર્થીઓને નિઃશૂલ્ક રીતે આવાસ

રોકાણ સહિતની ભોજન અને અન્ય આનુસંગિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Latest Stories