/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-463.jpg)
ગાંધીધામ મગફળી કૌભાંડના મુદ્દે કચ્છ કોંગ્રેસે આજે મગફળીની નનામી કાઢી આક્રમક વિરોધ સાથે ભુજમાં દેખાવો કરી કલેકટરની ચેમ્બરમાં રામધૂન કરીને તપાસની માંગણી કરી છે.
કોંગ્રેસના કિસાનસેલના ચેરમેન પાલભાઈ આંબલિયા, પ્રદેશ આગેવાન આદમ ચાકી, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે મગફળી કૌભાંડની નનામી કાઢીને આશ્ચર્યજનક રીતે કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો જ્યુબિલી ગ્રાઉન્ડથી કલેકટર કચેરીએ મગફળીની નનામી સાથે પહોંચ્યા હતા અહીં દેખાવો અને સૂત્રોચ્ચાર સાથે મગફળી કૌભાંડનો વિરોધ કરાયો હતો સતત ૬ દિવસ થયા મગફળીના જથ્થામાં ભેળસેળ કરાયેલા ધૂળ, ઢેફા અને ફોતરાં ભેળવનારાઓ સામે કોઈ કાર્યવાહી ન કરાતાં કોંગ્રેસે આ મામલે સરકાર તેમજ નાફેડ સામે મગફળી કૌભાંડને છાવરવાની અને સામેલગીરી હોવાના આક્ષેપો કર્યાં હતાં.
ત્યારબાદ અધિક જિલ્લા કલેકટર કુલદીપસિંહ ઝાલાને આવેદનપત્ર આપીને મગફળી માં ધૂળ, ઢેફા અને ફોતરાં ભેળવનારાઓ સામે તપાસ કરી પોલીસ ફરિયાદ કરવા માંગણી કરી હતી ત્યારે કોંગ્રેસીઓએ જવાબની માંગ કરી હતી ત્યારે ચકમક ઝરતા કોંગ્રેસી કાર્યકરો કલેકટરની ચેમ્બરમાં જ ખુરશીઓ હટાવી રામધૂન માટે બેસી ગયા હતા.પરિસ્થિતિ ને ધ્યાને લેતા પીઆઇ સહિતનો પોલીસ કાફલો ખડેપગે રહ્યો હતો.