Connect Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં પેરા ગ્લાઈડિંગ સમયે સર્જાઈ દુર્ઘટના, ઈજાગ્રસ્ત જવાનની મદદે દોડયા CM રૂપાણી 

ગાંધીનગરમાં પેરા ગ્લાઈડિંગ સમયે સર્જાઈ દુર્ઘટના, ઈજાગ્રસ્ત જવાનની મદદે દોડયા CM રૂપાણી 
X

ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017 પૂર્વે પેરા ગ્લાઈડિંગ સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ઉતરાણ સમયે જવાન જમીન પર પટકાતા તેના પગમાં ઇજા પહોંચી હતી અને તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના સમયે એરફોર્સ દ્વારા એક એર શો નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેને પગલે સ્વર્ણિમ પાર્ક ખાતે આકાશગંગા નામની એરફોર્સ ટીમ દ્વારા સૂર્યકિરણ એર શોનું રિહર્સલ રવિવારના રોજ કરવામાં આવ્યુ હતુ.જેને નિહાળવા 25000 થી વધુ લોકોની જમાવટ અહીં ભેગી થઇ હતી.

આ જવાનો દ્વારા કરવામાં આવેલ પેરાગ્લાઇડિંગ દરમિયાન એક જવાન જમીન પર પટકાતા તેના પગમાં ઇજા થઇ હતી.આ જવાનો દ્વારા અત્યાર સુધીમાં દેશભરમાં 3000 જેટલા એર શો કરવામાં આવ્યા છે.અને અહીંયા આ કર્તબોને લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે દુર્ઘના સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જવાનની મદદે દોડી ગયા હતા,અને ઈજાગ્રસ્ત જવાનના ખબર અંતર પુછ્યા હતા.તેમજ સારવાર અર્થેની જરૂરી વ્યવસ્થા પણ ગોઠવી હતી.

Next Story