ગુજરાતના 11 જિલ્લાના 300 ગામના લોકોનું સ્થળાંતર કરવાના અપાયા આદેશ

New Update
ગુજરાતના 11 જિલ્લાના 300 ગામના લોકોનું સ્થળાંતર કરવાના અપાયા આદેશ

“વાયુ“ વાવાઝોડા ને લઈ જામનગર સહિત સૌરાષ્ટ્રના તમામ સાગર કિનારાના ગામડાઓ માં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે તંત્ર દ્વારા આપાતકાલીન પરિસ્થિતી ને પોહચી વળવા તત્ર સાબદું થઈ ગયું છે. સંરક્ષણની ત્રણેય પાંખને સ્ટેન્ડબાય કરી દેવાઈ છે. અને જરૂર પડે તો વાયુ સેનાની પણ મદદ લેવામાં આવશે.

આ વાવઝોડામાં 11 જિલ્લા પ્રભાવિત થશે. ત્યારે દરિયા કાંઠે વસેલા ગામોના લોકોને સ્થળાંતરના આદેશ આપી દેવાંમાં આવ્યા છે. તેમજ કલેક્ટરને સેલ્ટર હોમની વ્યવસ્થા કરવાનું પણ કહવામાં આવ્યું છે.

તો જામનગરના 25 ગામ, ઉનાના 51 ગામ, ભાવનગરના 13 ગામ,રાજુલા જાફરાબાદના 23 ગામ, નવસારીના 24 ગામ, તો પોરબંદર અને જખૌના 350 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને એલર્ટ પર રાખવામા આવ્યા છે. તો એનડીઆરએફ સહિતની બીજી ટુકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે.