/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/1-1.jpg)
ગુજરાત સરકારની ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્રારા રાજ્યની 6 સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં તથા બે ખાનગી કોલેજોમાં ડિઝાઇન લેબ બનાવવામાં આવશે, 6 સરકારી કોલેજમાં સૌથી મોટી અને જુની એવી એલ ડી ઇજનેરી કોલેજનો પણ સમાવેશ થાય છે.
ઈજનેરી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સંશોધકો એટલે કે રીચર્સને નવી ઇનોવેટિવ ડિઝાઇન બનાવવા માટે પ્રોત્સાહિત કરવા અને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકારની કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્રારા રાજ્યની 8 ઇજનેરી કોલેજમાં ડિઝાઇન લેબ તૈયાર કરાશે, આ માટે ગુજકોસ્ટ દ્રારા આ 8 કોલેજને પ્રપોઝલ મોકલવામાં આવી છે, અને જે અંતર્ગત દરેક કોલેજ ગુજકોસ્ટ સાથે એમઓયુ કરશે. આ 8 કોલેજમાં 6 સરકારી અને બે ખાનગી કોલેજ છે.
6 સરકારી કોલેજમાં અમદાવાદની એલ.ડી, મોરબીની સરકારી કોલેજ, પાલનપુરની સરકારી કોલેજનો સમાવેશ થાય છે, જયારે ખાનગી યિનિવર્સિટી કોલેજમાં ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. આ 8 કોલેજને ડિઝાઇન લેબમાં સાધનો અને સગવડ માટે રૂ 25 - 25 લાખની ગ્રાન્ટ ગુજકોસ્ટ દ્રારા અપાશે.